Skip to content

vbpujara.in

Digital Advertising

Menu
  • Home
  • Advertising
  • Classified websites
  • Earn money online
  • Contact
  • Add Your Link
Menu

Chorivad – The Modern & Prosperous town of Sabarkantha Dist, Invitation for New Swaminarayan Temple – Town of Popular Temples

Posted on January 29, 2018
સાબરકાંઠા જિલ્લા ના ઇડર તાલુકા માં આવેલું ચોરીવાડ ગામ (સતયુગ કાળ ની ચંપાવતી નગરી)જે અમદાવાદ થી અંબાજી વચ્ચે આવેલા પોળો(ટેન્ટ સીટી) જવાના હાઇવે ના માર્ગે આવેલું ગામ છે જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ નું ગોંડલ અને રાજકોટ જેવું અતિ ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે અને હવે તારીખ 4 અને 5 ફેબ્રુઆરી એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, યજ્ઞ અને શોભાયાત્રા નું આયોજન રાખેલ છે તેમાં સર્વ ધર્મપ્રેમી અને હરિ ભક્તો ને પધારવા ભાવભર્યું આમંત્રણ છે,
સાબરકાંઠા નું ચોરીવાડ ગામ આખા જિલ્લા નું સૌથી સમૃદ્ધ અને સ્વચ્છ ગામ છે જેમાં અતિ પ્રાચીન મંદિરો થી લઈને બધી જ આધુનિક સગવડો ધરાવતું ગામ છે.
જોવા લાયક સ્થળો:
#ગાયત્રી પરિવાર ના સંસ્થાપક શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા પામેલ દુનિયા નું પ્રથમ અને ભવ્ય પ્રજ્ઞાપીઠ કે જ્યાં ગાયત્રી માતાજી ની જેટલી ઊંચાઈ ની પ્રતિમા છે (5 ફુટ) તેટલી આખા દેશમાં ક્યાંય નથી અને ત્રિપદા સ્વરૂપે બિરાજમાન છે એકબાજુ રૂદ્રાણી માતા અને બીજી બાજુ વૈષ્ણવી માતા.
#એકલિંગજી મહાદેવ: દેશ માં ભાગ્યેજ જોવા મળતા શિવાલયો માં આ એક અનોખું શિવાલય છે જેમાં વિશ્વનાથ શ્રી મહાદેવ નું શિવલિંગ ચતુર્મુખ છે, #એકલિંગજી મહાદેવ ની સમીપે શ્રી ઠાકોરજી નું મંદિર આવેલું છે આ મંદિર ની વિશેષતા એ છે કે ઠાકોરજી ની પ્રતિમા 800 વર્ષ જૂની છે અને મંદિર પણ વર્ષો પહેલા રાજા એ નિર્માણ કર્યું હતું (હવે મંદિર નું નવું સ્વરૂપ આકાર પામેલ છે)
આ ઉપરાંત થોડે દૂર બીજું શિવાલય પણ આવેલું છે જે સ્વયંભૂ મહાદેવ છે જે ચંપેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે.
#સ્વયંભૂ મહાદેવ થી થોડે દૂર બીજું એક હનુમાનજી નું મંદિર આવેલું છે જે મનોકામના સિદ્ધ હનુમાનજી તરીકે ઓળખાય છે આ હનુમાનજી ની પ્રતિમા પણ સ્વયંભૂ તરીકે અનેક વર્ષો પહેલા પ્રગટ થયેલ છે.અને બીજા મંદિરો પણ આવેલા છે
ગામ માં દૂધ ની નિકાસ હોય કે બટાટા ઉત્પાદન કે પછી તરબૂચ ઉત્પાદન કરવામાં પણ ચોરીવાડ લગભગ આગળ પડતું નામ છે
આ એવું ગામ છે જ્યાં અનેક સંતો થી લઈને શંકરાચાર્યજી ના પગલાં પડી ચૂક્યા છે.(સતયુગ માં પાંડવો પણ અહીંયા થી પસાર થયેલા છે)અને બધાજ ધાર્મિક સંપ્રદાય કાર્યરત છે…
“આધુનિકતા, ધાર્મિકતા, વ્યાપાર, ખેતી અને નોકરિયાત વર્ગ નું મિશ્રણ ધરાવતું આ ગામ જિલ્લા અને રાજ્ય નું અનોખું ગામ છે.”
ચોરીવાડ થી આગળ(વિજયનગર,ઉદયપુર હાઇવે પર)  જોવા લાયક સ્થળો:
વિરેશ્વર મહાદેવ-(5 કિમી), વિશેષતા: પર્વતો વચ્ચે બિરાજમાન  વિરેશ્વર મહાદેવ અને બાજુમાં નરસિંહ ભગવાન નું મંદિર તેમજ થોડે દૂર ઉપર ઉંબરા ના વૃક્ષ ના મૂળ માં થી નીકળતી અવિરત ગુપ્ત ગંગા
શારણેશ્વર મહાદેવ-(22 કિમી) : પોળો ની બાજુ માં આવેલ 600 વર્ષ જૂનું શિવાલય, વિશેષતા: મનોરમણીય કોતરણી તેમજ કેદારનાથ ને મળતુ શિવાલય તેમજ નંદીકેશ્વર મહારાજ ની બહાર વિશાળ પ્રતિમા. અને કોતરણી કલા યુક્ત બીજા મંદિરો પણ આવેલા છે અને બાજુ માં થોડે જ દૂર પોળો (ટેન્ટસીટી) -…..
ચોરીવાડ થી અમદાવાદ વચ્ચે
પાવપુરી તીર્થ (જૈન મંદિર), 14 કીમી) : જે મંદિર તળાવ ની વચ્ચે મધ્ય માં બનેલું છે (અને હવે ટૂંક જ સમય માં કાંકરિયા ની જેમ બ્યુટિફિકેશન થવા જઈ રહ્યું છે
ઇડરિયો ગઢ(18 કીમી): દેશ નો વિખ્યાત ઇડરિયો ગઢ,(પર્વતમાળા અને તેની ઉપર અલગ અલગ રાજ મહેલ) અને *શ્રીમદ રાજચંદ્ર વિહારજી નું જોવા લાયક સ્થળ.
ચોરીવાડ નું અંતર:
અમદાવાદ-123 કિમી
હિંમતનગર-45 કિમી
અંબાજી-75 કિમી
ઇડર-18 કીમી
ઉદયપુર-186 કીમી
(વિવેક બી.પુજારા,ચોરીવાડ)
Please follow and like us:
error
fb-share-icon
Tweet
fb-share-icon

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Join Our Newsletter for Premium Ad and Banner Offers
  • Adfreeposting.com Classifieds is now available in New Design and New Features
  • This New Traffic Site is Great For Affiliate Sales
  • 18 STREAMS OF INCOME WITH A FEW CLICKS!
  • How to Create Digital Business Card
©2023 vbpujara.in | Design: Newspaperly WordPress Theme